ફ્રી લેબલ પ્રિન્ટિંગ સોફ્ટવેર ખાસ ખાખરા ના પેકિંગ માટે.

 લેબલ પ્રિન્ટીંગ સોફ્ટવેર
ખાખરા પેકિંગ માટે
આ પેજ પરથી તમે તમારા ખાખરા બનાવવાના ગૃહ ઉધ્યોગ માટે લેબલ પ્રિન્ટ કરવાનું સોફ્ટવેર મફત માં ડાઉનલોડ કરી શકશો. આખી માહિતી આ બ્લોગ પર વિડિયો દ્રારા સમજાવવામાં આવી છે. 
આ સોફ્ટવેર અન્ય ગુજરાતી વાનગી જેમકે પાપડ, મઠિયા, ચોળાફળી જેવી પ્રોડક્ટ  ના પૅકિંગ માટે પણ ઉપયોગ માં લઈ શકશો. 

ફ્રી સોફ્ટવેર અહિયાં થી ડાઉનલોડ કરો 
આ વિડિયો જુઓ ખાસ આખું સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવું અને વાપરવું તેની માહિતી માટે. 
વિડિયો લીંક   https://youtu.be/KZqQQ_ECgvA

આખા સોફ્ટવેર નું સ્ક્રીન સાથે 
યુઝર માર્ગદર્શિકા નીચે મુજબ છે. 

સોફ્ટવેર ડાઉનલોડ કર્યા પછી એ સેટઅપ ફાઇલ ને તમારા કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરી દો.
ત્યાર બાદ સોફ્ટવેર નું ફોલ્ડર ખોલો અને તેમાંથી support setup ફાઇલ પણ ઇન્સ્ટોલ કરી દો,

તમારું સોફ્ટવેર નું આઇકોન ઉપર ઇમેજ માં બતાવ્યા મુજબ દેખાશે. તેને ડબલ ક્લિક કરી સોફ્ટવેર ચાલુ કરી દો,
આ મુજબ તમને સોફ્ટવેર નું ડેશ બોર્ડ દેખાશે. 
રેડી 
તમારું લેબલ સોફ્ટવેર વાપરવા માટે તૈયાર છે. 
સૌ પ્રથમ તમારી પ્રિન્ટ કરવાની ખાખરા ની વેરાઇટી ની વિગતો આઇટમ એન્ટ્રી વાળા મેનૂ પર ક્લિક કરી ટાઇપ કરી દો. 
ઉપર ની સ્ક્રીન જુઓ 
તમારે "ન્યુ" બટન પર ક્લિક કરવાનું રહેશે. 
લિસ્ટ માં દેખાતી બધી આઇટમ ઉપર ડબલ ક્લિક કરવાથી એને એડિટ કે ડિલીટ કરી શકાશે. 
આ ઉપરાંત ઘણી બધી પ્રોડક્ટ નું લિસ્ટ જો એક્સેલ શીટ માં હોય તો એ પણ સોફ્ટવેર માં અપલોડ કરી શકાશે. તમે અમારી મદદ લઈ શકો છો આ કામ માટે, જેનો ચાર્જ આપવાનો રહેશે.  અથવા આ વિડિયો જોઈ તમે જાતે ફ્રી માં ઇમ્પોર્ટ કરી શકશો. 

નવી આઇટમ ની એન્ટ્રી કેવી રીતે થાય?
જુઓ ઉપર ની ઇમેજ 
૧. આઇટમ નું નામ 
૨. શોર્ટ name માં fssai no લખવાનો 
૩. બેસ્ટ બિફોર માં દિવસો લખો. તમે નવું f૩ દબાવીને બનાવી શકશો. 
૪. આઇટમ કંપની માં પેન બટન દબાવીને જાતે જે નામ જોઈએ તે એડિટ કરી દો 
૫. આઇટમ ગ્રુપ માં તમારું સરનામું અને ફોન નંબર લખો. સરનામું બવ મોટું લખશો નહીં. નહીં તો લેબલ પ્રિન્ટ નહીં થાય. 
૬. યુનિટ સિલેક્ટ કરો 
૭. મેન્ટેન બેચ પર ક્લિક કરો.
૮. additional details માં ingredients અને બીજા nutritional values ટાઇપ કરી દો. 
૯. પ્રોડક્ટ નું વજન લખો. 
૧૦. mrp માં પ્રાઇસ લખો 
૧૧. સેવ નું બટન દબાવી માહિતી સેવ કરી દો. 

આજ રીતે તમે જોઈએ એટલી પ્રોડક્ટ અહિયાં સેવ કરી શકો છો જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે પ્રોડક્ટ નું લેબલ પ્રિન્ટ કરી શકાય. 
ખાસ નોંધ લેવાની કે સોફ્ટવેર જાતેજ બેચ નંબર બનાવી દેશે જે તારીખ અને barcode નંબર નું કોમ્બિનેશન છે. 
બારકોડ ઇમેજ સોફ્ટવેર આપમેળે બનાવશે. જે ૧૦૦૦૧ નંબર થી ચાલુ થશે. તમે જાતે તમને જોઈતો નંબર બરકોડ ના બોક્સ માં ટાઇપ કરી શકશો. 
આ ઉપરાંત પૅકિંગ તારીખ પણ તમારા કમ્પ્યુટર ની જે તારીખ હોય તે પ્રિન્ટ થઈ જશે. જો બદલવાની જરૂર પડે તો કમ્પ્યુટર ની તારીખ બદલવી. 
** જો તમારે manual તારીખ નાખવી હોય તો અમને જણાવી શકો છો અમે ચાર્જ લઈને તમને તે ફેરફાર કરી આપીશું. 

હવે nutritional values નું સેટિંગ જોઈએ.
* ઉપર ની ઇમેજ જુઓ 
* Additional Fields મેનૂ પર ક્લિક કરવાથી આ ખુલશે,
* અહિયાં જરૂર મુજબ ફીલ્ડ ઉમેરી શકાશે તથા નામ પણ બદલી શકાશે. 
* અહિયાં કરેલો ફેરફાર અમે તૈયાર આપેલા crystal રિપોર્ટ ના ફોરમેટ tempalte માં આપમેળે બદલ નહીં થઈ જાય. એ તમારે જાતે કરવું પડશે. અથવા અમારી મદદ લઈ શકો છો. 

*Report Builder Tool*
આ સ્ક્રીન માં તમે બનાવેલી બીજી crystal રિપોર્ટ ની ફાઇલ add કે રિમૂવ કરી શકો છો. 

નીચે ની ઇમેજ જુઓ. આ મુજબ તમારી લેબલ ની ડિજાઇન દેખાશે.
આ તો ફક્ત sample છે, તમે આ સોફ્ટવેર માં જરૂરિયાત મુજબ ઘણી બધી ડિજાઇન બનાવી શકશો.


આઇટમ એન્ટ્રી સ્ક્રીન માં barcode બટન પર ક્લિક કરવાથી નીચે મુજબ લેબલ પ્રિન્ટ કરવાની સ્ક્રીન ખુલશે.
* આઇટમ ને નામ થી સર્ચ કરી શકો છો 
* સર્ચ કરેલી આઇટમ ને સિલેક્ટ કરો પ્રિન્ટ કરવા માટે 
* Qty માં જેટલા લેબલ જોઈએ તેટલા નંગ ટાઇપ કરી એન્ટર કી દબાવો. 
* હવે સીધું પ્રિન્ટ નું બટન દબાવો પ્રિન્ટ કરવા માટે.
* જો code ૧૨૮ કોડ માં barcode ઇમેજ પ્રિન્ટ કરવી હોય તો કોડ ૧૨૮ વાળું બટન દબાવો. જો barcode નંબર આઠ થી વધુ હોય તો આ વાપરવું. 
* ખુલેલી સ્ક્રીન માં તમને જે ટેમ્પ્લેટ માં લેબલ પ્રિન્ટ  કરવાનું હોય તે સિલેક્ટ કરો. 
* હવે પ્રીવ્યૂ barcode લેબલ વાળું બટન દબાવો. 
જેથી નીચે મુજબ તમારા લેબલ નું પ્રીવ્યૂ દેખાશે. 
* તમારું લેબલ રેડી. 
* ઉપર જણાવ્યા મુજબ પ્રિંટર ના નાના આઇકોન ઉપર ક્લિક કરવાથી લેબલ પ્રિન્ટ થઈ જશે. 
* જે પ્રિંટર તમારા કમ્પ્યુટર માં ડિફૌલ્ટ હશે, તેમાં લેબલ પ્રિન્ટ થશે. 
*** જો તમારે લેબલ ની પીડીએફ બનાવી બહાર થી પ્રિન્ટ કઢાવવી હોય તો dopdf પ્રિંટર downlaod કરી ઇન્સ્ટોલ કરી દેવું. એને ઇન્સ્ટોલ કરવું. અને એને ડિફૌલ્ટ કર્યા પછી લેબલ પ્રિન્ટ કરવું. પીડીએફ બનાવવા માટે નો વિડિયો અને માહિતી આ લીંક પર છે. 

જુઓ તમારું લેબલ તૈયાર થઈ ગયું. 
આભાર. 

ફ્રી સોફ્ટવેર અહિયાં થી ડાઉનલોડ કરો
ઓડી ૮ ની શીટ પર ના પ્રિન્ટ ની કોપી નીચે 

તમને કોઈ પણ પ્રકાર ની મદદ જોઈએ તો નીચેના વ્હોટ્સ એપ નંબર પર મેસેજ મોકલી શકો છો. 
વ્હોટ્સ એપ નંબર : ૯૭૨૭૯૫૫૫૧૪ 
આભાર અમારું સોફ્ટવેર વાપરવા બદલ. 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[posts--tag:Label Printing--18]

You may like these posts: